આસામ: મુકુટ પાઠક નામના વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મુકીને વાછરડાને જોરદાર પૂરના પ્રવાહમાં ડૂબતા બચાવ્યો. ભયંકર પૂરની વચ્ચે, માનવતા દર્શાવતો અને દિલને ખુશ કરતો વીડિયો દુલિયાજાનમાંથી સામે આવ્યો છે. મુકુટ પાઠક નામના વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મુકીને વાછરડાને જોરદાર પૂરના પ્રવાહમાં ડૂબતા બચાવ્યો હતો. આસામના 29 જિલ્લાઓમાં 21 લાખથી વધુ લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ઘરો, ખેતરો, પાક, રસ્તા, પશુ-પક્ષી બધું જ પ્રભાવિત થયું છે અને સેંકડો લોકો બેઘર બન્યા છે. લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે NDRF, SDRF, , ફાયર અને ઇમરજન્સી સેવાઓ, સ્થાનિક વહીવટીતંત્ર, ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોની બચાવ ટુકડીઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં એક અવાચકનો જીવ બચાવનાર મુકુટ જેવા ઉમદા લોકોએ માનવતાને જીવંત રાખી છે.

ભયંકર પૂરની વચ્ચે, માનવતા દર્શાવતો અને દિલને ખુશ કરતો વીડિયો દુલિયાજાનમાંથી સામે આવ્યો છે. મુકુટ પાઠક નામના વ્યક્તિએ...

Posted by The Better India - Gujarati on Tuesday, July 9, 2024